સુરેન્દ્રનગર : રતનપર દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો,રસોઈ મહોત્સવ,ફ્રૂટ ફન ફેરનો ત્રિવેણી સંગમ યોજાયો, DEO સહિત વાલીઓએ લીધી મુલાકાત

સુરેન્દ્રનગરના રતનપર સ્થિત દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો, રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેર સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું...

New Update
  • દર્શન વિદ્યાલય ખાતે ત્રિવિધ કાર્યક્રમોનો સમન્વય

  • શાળામાં ઉત્સવોનો ત્રિવેણી સંગમ યોજાયો

  • વિજ્ઞાન મેળો,રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેરનું આયોજન

  • વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતાનો પરિચય આપ્યો

  • જિલ્લા શિક્ષણાધિકારી સહિત વાલીઓએ લીધી મુલાકાત 

સુરેન્દ્રનગરના રતનપર સ્થિત દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળોરસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેર સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા દર્શન વિદ્યાલય ખાતે ત્રિવિધ કાર્યક્રમોનો ભવ્ય સમન્વય જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓવાલીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.વિજ્ઞાન મેળામાં કુલ 366 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ 192થી વધુ પ્રકારની વિવિધ કૃતિઓ રજૂ કરી હતીજેમાં તેમની વૈજ્ઞાનિક સમજ અને સર્જનાત્મકતા પ્રદર્શિત થઈ હતી.

રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેરમાં 146થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિજ્ઞાન મેળામાં રજૂ કરાયેલી વિવિધ કૃતિઓ તેમજ અન્ય કાર્યક્રમોને નિહાળ્યા હતા.

વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી એ.એમ. ઓઝાશાળાના શિક્ષક સ્ટાફવિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી.

Latest Stories