Connect Gujarat
ગુજરાત

ઉના: આહીર સમાજના 19માં સમૂહ લગ્નમાં 20 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ રહી હતી કે, કોઇ પણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઇથી લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો

ઉના: આહીર સમાજના 19માં સમૂહ લગ્નમાં 20 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા
X

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા તેમજ ગીર ગઢડા તાલુકાના આહીર સમાજ દ્વારા ઉના ભાવનગર રોડ પર આવેલ આહીર સમાજની વાડી ખાતે ૧૯માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે સામાજિક જીવનમાં લગ્નએ આવશ્યક પરંપરા છે. લગ્નથી બે પરિવારો એક થતા હોય છે. ૨૧મી સદીમાં એક તરફ લોકો લગ્નમાં ધોમ ખર્ચો કરીને પોતાનો રૂઆબ દેખાડાવાના પ્રયાસમાં લાખો-કરોડો રૂપિયાના આંધણ કરતા હોય છે. તો બીજી તરફ ગુજરાતમાં અનેક સમાજ જાગૃત બન્યા છે અને સમગ્ર સમાજ એકત્ર થઇ એક માંડવે સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે. આવુજ એક ઉના ગીર ગઢડા આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સમૂહ લગ્નમાં ૨૦ નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયા હતા આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ મહેમાન તરીકે ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ, હીરાભાઈ જોટવા, વેજાભાઇ વાળા, ગોવિંદભાઇ વાળા, ર્ડો રામ સાહેબ, અમુભાઈ સોલંકી, વીજાણંદભાઈ વાળા, મહેન્દ્રભાઈ પીઠીયા, બાબુભાઇ ગાધે, બાબુભાઇ રામ, એભાભાઇ રામ, ડાહ્યાભાઈ જળોન્દ્રા, ર્ડો પાલાભાઇ લાખણોત્રા, હાજાભાઇ ચૌહાણ, જાદવભાઈ ચંડેરા, દુલાભાઇ ગુર્જર, રામસીભાઇ લાખણોત્રા, મેરૂભાઇ રામ, મનુભાઈ રામ, પાલભાઈ વાળા, રમેશભાઈ સોલંકી, તમામ આહીર કર્મચારી તથા આહીર અગ્રણીઓ તેમજ ઉના ગીર ગઢડાના તમામ આહીર સમાજના લોકો હજાર રહ્યા હતા સાથે સાથે વ્યાજપુર ગ્રામ પંચાયત તેમજ મંત્રીશ્રી દ્વારા લગ્ન નોંધણી પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ રહી હતી કે, કોઇ પણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઇથી લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો

Next Story