કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે છોટાઉદેપુર, નવસારી અને દમણમાં સભાઓ ગજવી, AAP-કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહારો

એક તરફ ચાંદીની ચમચી લઈને જન્મેલા રાહુલ ગાંધી અને બીજી તરફ ચા વેચવાવાળા નરેન્દ્ર મોદી વચ્ચે ચૂંટણી જંગ છે: આમિત શાહ

New Update
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે છોટાઉદેપુર, નવસારી અને દમણમાં સભાઓ ગજવી, AAP-કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહારો

લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોનો પ્રચંડ પ્રચાર

Advertisment

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં સભાઓ ગજવી

છોટાઉદેપુર, નવસારી અને દમણમાં સભાને કર્યું સંબોધન

ઈન્ડિયા ગઠબંધનન અને રાહુલ ગાંધી ઉપર કર્યા પ્રહારો

ભાજપના ઉમેદવારોને જિતાડવા અમિત શાહે કરી અપીલ

લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચંડ પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે હતા. જેઓએ છોટાઉદેપુરના બોડેલી, નવસારીના વાંસદા અને સંઘ પ્રદેશ દમણના કોલેજ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન કર્યું હતું.

લોકસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં છે, ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજરોજ ગુજરાત રાજ્યમાં જાહેરસભાઓ ગજવી હતી. સૌપ્રથમ તેઓએ છોટાઉદેપુરના બોડેલી અને નવસારીના વાંસદા ત્યારબાદ સંઘ પ્રદેશ દમણના કોલેજ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન કર્યું હતું. તેમણે I.N.D.I.A. ગઠબંધનન અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ પાર્ટીને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી હતી.

Advertisment

દમણ ખાતે અમિત શાહે સંબોધનમાં જણાવ્યુ હતું કે, દમણ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને દાદરા નગર હવેલીના ભાજપના ઉમેદવાર કલા ડેલકર નામ સામેનું બટન દબાવશો એ વોટ સીધો મોદીજીને જશે, અને મોદીજી ત્રીજીવાર વડાપ્રધાન મળશે. આ સાથે જ સરકારની વિવિધ યોજનાઓમાં ગરીબોને આવાસ અને રોજગારી મળશે.

તો રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે, એક તરફ ચાંદીની ચમચી લઈને જન્મેલા રાહુલ ગાંધી અને બીજી તરફ ચા વેચવાવાળા નરેન્દ્ર મોદી વચ્ચે ચૂંટણી જંગ છે. એક તરફ કોંભાંડ કરવાવાળુ ગઠબંધન અને બીજી તરફ એક પણ કોંભાંડમાં નામ નથી એવા નરેન્દ્ર મોદી છે.

Advertisment