/connect-gujarat/media/post_banners/c1f5e3306c39dc5c07e53b628f17cda0dafa07dc29ebff41903713e3b328e91c.jpg)
યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરના સ્થાનકે હિંમતનગરના માઇભક્તે રૂપિયા 60 લાખના સવા કિલો સોનાનો છત્ર અને રૂ. 1.11 કરોડ મંદિરના જીર્ણોદ્ધાર માટે ટ્રસ્ટી મંડળને અર્પણ કરતાં પાવાગઢ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત માઇભક્ત દ્વારા સૌથી મોટી ભેટ ચઢાવાઇ છે.
પાવાગઢ મહાકાળી મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પવિત્ર ધામ બન્યું છે. મંદિરના વિકાસ અને જીર્ણોદ્ધાર માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. વર્ષ 1995થી પાવાગઢ મહાકાળી મંદિરે દર્શન ખાતે આવતા રાજપુરોહિત પરિવારે પણ મંદિર ટ્રસ્ટને ઇતિહાસની સૌથી મોટી ભેટ અર્પણ કરી છે. દેવ દિવાળીના દિવસે હિંમતનગરના શ્રેષ્ઠી રાજપુરોહિત પરિવાર દ્વારા ભારે આસ્થા સાથે રૂપિયા 60 લાખનું સવા કિલો સોનાનું છત્ર માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું. આ સહિત મંદિરના જીર્ણોદ્ધાર માટે પણ રૂપિયા 1.11 કરોડનો ચેક ટ્રસ્ટી મંડળને અર્પણ કર્યો હતો.