Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ઠેર ઠેર વૃક્ષો ધરાશયી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સરક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે

X

રાજયમાં આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ભર શિયાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સરક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે આજે રવિવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાવા સાથે ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા છે.


ત્યારે હાલ જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, પાટણ અને કચ્છમાં મોડી રાત્રે તેમજ વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભરુચ જીલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભરૂચના અંકલેશ્વર હાંસોટ વાલિયા ઝઘડીયા સાહતીના પંથકમાં વરસાદ વરસ્યો હતો.કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાય ગયા છે.શિયાળુપાકને વ્યાપક અસર થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી તરફ હાલ લગ્નસરાની સિઝન હોય લગ્ન આયોજકો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.અંકલેશ્વરમાં ઠેર ઠેર વૃક્ષ ધરાશયી થવાના બનાવ બન્યા હતા જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી.

Next Story