Connect Gujarat
ગુજરાત

આસો'માં અષાઢી માહોલ : ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ, પાક નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતીત…

ગુજરાતમાં ફરી એકવાર માવઠાની સંભાવના ઉદભવી છે. રાજ્યમાં ઠંડીની શરુઆતના સમયમાં બંગાળની ખાડીમાં સાયક્લોનીકલ એર સરક્યુલેશ અને વેસ્ટર્ન ડીસ્ટબર્નની અસર થતાં વાતાવરણ પલટાયું છે.

આસોમાં અષાઢી માહોલ : ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ, પાક નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતીત…
X

ગુજરાતમાં ફરી એકવાર ઉદભવી છે માવઠાની સંભાવના

વેસ્ટર્ન ડીસ્ટબર્નની અસરથી વાતાવરણમાં આવ્યો પલટો

સૌરાષ્ટ્રથી દ. ગુજરાતના વિવિધ સ્થળે વરસ્યો વરસાદ

ગુજરાતમાં ફરી એકવાર માવઠાની સંભાવના ઉદભવી છે. રાજ્યમાં ઠંડીની શરુઆતના સમયમાં બંગાળની ખાડીમાં સાયક્લોનીકલ એર સરક્યુલેશ અને વેસ્ટર્ન ડીસ્ટબર્નની અસર થતાં વાતાવરણ પલટાયું છે.

ગુજરાતભરમાં ઠંડીની શરુઆતની મોસમમાં જ અચાનક પલટો આવ્યો છે. સમગ્ર રાજ્યમાં ગુરૂવારની સવારમાં વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું હતું. જોકે, બપોર બાદ અને તેમાં પણ સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સાયક્લોનીકલ એર સરક્યુલેશ અને વેસ્ટર્ન ડીસ્ટબર્ન થતા તેની અસર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે. જેના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આ ઉપરાંત આગામી 5 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે, ચોમાસાની સત્તાવાર વિદાય સાથે શિયાળાની શરૂઆત થવા લાગી છે, ત્યારે ગુરૂવારના રોજ રાજ્યભરનું વાતાવરણ એકાએક પલટાયું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળે વરસાદી છાંટા પડ્યા હતા. જેમાં બાદ બપોરના સમયે ઉઘાડ નીકળ્યો હતો અને બાદમાં સાંજના સમયે પુન: વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. એટલું જ નહીં, સાથે સાથે તેજ ગતિએ પવન પણ ફુંકાવા લાગ્યો હતો. જોકે, અચાનક બદલાયેલાં વાતાવરણના પગલે ખેતીમાં નુકસાન જવાની ભીતિ સાથે ધરતીપુત્રો પણ ચિંતામાં મુકાયા છે.

Next Story