New Update
વડોદરાના વિશ્વામિત્રી નજીકનો બનાવ
સુભાષ નગરમાં થયો હુમલો
પ્રેમ પ્રકરણમાં હુમલો કરાયો
19 વર્ષીય યુવાનનું નિપજ્યુ મોત
પોલીસે તપાસ શરૂ કરી
વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલ સુભાષનગરમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે યુવાન પર તીક્ષણ હથિયારનો હુમલો કરાતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગરમાં રક્ષાબંધનના પવિત્ર અવસર પર યુવાન પર ઘાતકી હુમલો થતાં આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું, સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અગાઉથી પ્રેમ પ્રકરણ હોવાના કારણે તેની અદાવતને લઈ ઈર્ષા રાખી પતિ તેમજ તેના દીકરા પર તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવેલા અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો જેમાં કેશવ મારવાડીનું કરુણ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ રાવપુરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તજવીજ હાથ ધરી છે.તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા લોકો દ્વારા હુમલો કરતા અનેક લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની સારવાર કરવામાં આવી રહી છે. આ બનાવવામાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ત્રણ લોકો સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેઓ અપરાધી છે અને એક અપરાધી ફરાર છે આ ત્રણ આરોપી પર પોલીસ દેખરેખ રાખી રહી છે સારવાર થતાં તેમની ધરપકડ કરવામાં આવશે.
Latest Stories