વડોદરા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં 2.5 KM લાંબી તિરંગા યાત્રા નીકળી, બહોળી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ જોડાયા...

New Update
વડોદરા : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં 2.5 KM લાંબી તિરંગા યાત્રા નીકળી, બહોળી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ જોડાયા...

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાય

CM ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા નીકળી

તિરંગા યાત્રામાં વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિ

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે રાષ્ટ્રવ્યાપી આભિયાન "હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત 13થી 15 ઓગસ્ટ દરમિયાન દેશના સૌ નાગરીકો પોત- પોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી, કાર્યાલય, ઓફિસ પર તિરંગો લહેરાવે તે અંતર્ગત તિરંગા યાત્રા યોજાય રહી છે, ત્યારે વડોદરા શહેરના કીર્તિસ્તંભ સ્થિત પ્રદર્શન મેદાન ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 2.5 કિલોમીટર લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તિરંગા યાત્રાને લઇને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. એટલું જ નહીં તિરંગા યાત્રાના આયોજનને લઈને પ્રદર્શન મેદાન ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિતના આગેવાનોએ તિરંગા યાત્રા સાથે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફર્યા હતા. આ તિરંગા યાત્રામાં પોલીસ બેન્ડ તેમજ સામાજિક સંસ્થા સહિત વિવિધ સમાજના આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આ સાથે જ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર યાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Latest Stories