વડોદરા: માંજલપુરમાં જીપ ચાલકે મોપેડને ટક્કર મારતા 7 વર્ષીય બાળકનું મોત

વડોદરા માંજલપુરમાં શનિવારની રાત્રે જીપ ચાલકે મોપેડને ટક્કર મારતા 7 વર્ષના બાળકનું મોત જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા

New Update
વડોદરા: માંજલપુરમાં જીપ ચાલકે મોપેડને ટક્કર મારતા 7 વર્ષીય બાળકનું મોત

વડોદરા માંજલપુરમાં શનિવારની રાત્રે જીપ ચાલકે મોપેડને ટક્કર મારતા 7 વર્ષના બાળકનું મોત નીપજયું હતું. અકસ્માત બાદ જીપ ડિવાઇડર પર ચઢી હતી, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં મંગલેશ્વર મહાદેવ - સ્મશાન રોડ પર શનિવારે રાત્રે પૂરપાટ ઝડપે જતા જીપના ચાલકે મોપેડને ટક્કર મારતાં 7 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. અકસ્માત કર્યાં બાદ જીપ ડિવાઇડર પર ચડી હતી, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વાહન ચાલક જીપ મૂકીને ફરાર થઇ ગયો હતો. માંજલપુરના સુબોધનગરમાં પોતાની માસીના ઘરે રહેતો કવિશ રાજેશ પટેલ રાત્રે 8 વાગ્યે ટ્યૂશન પૂરું કરીને મોટાં ભાઈ-બહેન સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો, મોપેડમાં પાછળ બેઠેલો કવિશ રોડ પર પટકાતાં તેના માથા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને બાળકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અકસ્માત બાદ જીપ અલવાનાકા પાસે ડિવાઇડર પર ચડી હતી, તેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. કાર ચાલક સ્પીડમાં કાર ચલાવતો હોવાનું CCTVમાં સ્પષ્ટ દેખાય છે. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે અને અકસ્માત કરનાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે.