/connect-gujarat/media/post_banners/900d11c0e3b94e24cf2f0b65192ef22e17f0ed28cc43e090505f4e323e944749.jpg)
વડોદરામાં ફરી એકવાર ATSની ટીમના દરોડા
સાંકરદા ખાતે આવેલી GIDCમાં દરોડા
ગોડાઉનમાંથી ડ્રગ્સ બનાવવાનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
વડોદરામાં ફરીએકવાર એ.ટી.એસે.દરોડા પાડી ગોડાઉનમાંથી ડ્રગ્સ બનાવવાના રો મટીરીયલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે.
ગુજરાતમાં એક બાદ એક અલગ-અલગ સ્થળેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત છે, ત્યારે આજે ગુજરાત ATS અને વડોદરા SOGએ સાંકરદા ખાતે આવેલી GIDCમાં દરોડા પાડ્યા છે. નેક્ટર કેમ કેમિકલ કંપનીમાંથી પકડાયેલા ડ્રગ્સ કેસના આરોપી પિયુષ પટેલને સાથે રાખીને ATSની ટીમે સ્વસ્તિક સિરામિક કમ્પાઉન્ડના પ્લોટ નંબર 13 અને શેડ નંબર 1માં કાર્યવાહી કરી છે. નેક્ટર કેમ કંપનીના માલિકોએ 5 વર્ષથી ગોડાઉન ભાડે રાખ્યું હોવાની માહિતી મળી છે. ગોડાઉનમાંથી ATSએ એક આરોપીની ધરપકડ કરી છે. ગોડાઉનમાંથી ડ્રગ્સ બનાવવાના રો મટીરીયલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને તેને તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યો છે. અગાઉ સાવલીના મોકસી ગામમાં નેક્ટર કેમ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. નેક્ટર કેમ કેમિકલ કંપનીમાંથી પકડાયેલા ડ્રગ્સ કેસના આરોપી પિયુષ પટેલે રિમાન્ડ દરમિયાન સાંકરદામાં ગોડાઉન ભાડે રાખીને રો મટીરીયલ રાખ્યું હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે ATSની ટીમે આજે રેડ કરી છે.