/connect-gujarat/media/post_banners/fa3db6e24b4968e4432518684265e204da37539de24f29a66d752dec84c8be52.jpg)
આજે વૈશાખ વદ અમાસે સૂર્ય પુત્ર શનિદેવનો જન્મ દિવસ છે ત્યારે શહેરના વાડી ખાતે આવેલા શનિદેવ મંદિર ખાતે કોરોનાને ધ્યાનમાં રાખીને ભક્તો માટે મંદિરના દર્શન બહારથી જ રાખવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે મંદિરના પૂજારીઓ દ્વારા શનિદેવની આરતી, પૂજન કરવામાં આવ્યું હતું આજે ગુજરાત સરકારના રાજ્યમંત્રી યોગેશ પટેલે અહીં દર્શન કર્યા હતા સાથે જ પ્રાર્થના કરી હતી કે જે કોરોનાની વૈશ્વિક મહામારી આવી પડી છે તે દૂર થાય અને સુખ શાંતિ વ્યાપે.
ભરૂચમાં પણ કોરોના મહામારીના પગલે સરકારની ગાઈડલાઈન અનુસાર શનિમંદિર બંધ રહેતા શનિભક્તોમાં નિરાશા ફેલાઈ હતી.દાંડિયાબજારમાં આવેલ શનિમંદિર ખાતે સવારથી જ ભક્તો દર્શન માટે આવી રહ્યા હતા પણ સરકારી ગાઈડલાઈનને અનુસાર મંદિર બંધ હોy શનિદેવના દુરથી જ દર્શન કરી સંતોષ માન્યો હતો.