Connect Gujarat
ગુજરાત

વડોદરા : દેશમાં પ્રથમ વખત પાલતુ શ્વાન પર વેરો વસુલવા મનપાના બજેટમાં સૂચન, જુઓ પછી શું થયું..!

વડોદરા પાલિકા દ્વારા પાલતું શ્વાન પર 3 વર્ષે 1 હજાર રૂપિયા વેરા પેટે લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઇને ભારે હોબાળો પણ થયો હતો.

વડોદરા : દેશમાં પ્રથમ વખત પાલતુ શ્વાન પર વેરો વસુલવા મનપાના બજેટમાં સૂચન, જુઓ પછી શું થયું..!
X

વડોદરા પાલિકા દ્વારા પાલતું શ્વાન પર 3 વર્ષે 1 હજાર રૂપિયા વેરા પેટે લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લઇને ભારે હોબાળો પણ થયો હતો. દેશમાં પ્રથમ વખત પાલતુ શ્વાન પર વેરો (લાગત) લેવાનું સૂચન વડોદરા પાલિકાના બજેટ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આખરે વડોદરા પાલિકા દ્વારા શ્વાન વેરો રદ્દ કરી દેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત મેયર કેયુર રોકડિયા દ્વારા પાલિકાની સભામાં કરવામાં આવી હતી.વડોદરા : દેશમાં પ્રથમ વખત પાલતુ શ્વાન પર વેરો વસુલવા મનપાના બજેટમાં સૂચન, જુઓ પછી શું થયું..!

ગુજરાતમાં પહેલીવાર વડોદરા મનપા દ્વારા શ્વાન પર વેરો નવો ઉમેરાયો હતો. બજેટમાં વેરા વધારાની સાથે વધુ એક ટેક્સનો મારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સ્થાયી સમિતિ મુજબ દર 3 વર્ષે રૂ. 1000નો વેરો લેવાનું આયોજન હતું. જોકે, વેરાની ગણતરી ક્યારથી થશે તેની સ્પષ્ટતા ન હતી. પાલતુ શ્વાન પેટે વર્ષે કરોડની રકમ વસુલવાની તૈયારી છે. તેવામાં વેરા વસુલાતની ચર્ચા સામે શહેરમાં કેટલા પાલતુ શ્વાન છે, તેની માહિતી મનપા પાસે નથી. જોકે, વેરાની જાહેરાત સામે આવતા જ પાલતુ શ્વાન માલિકો સહિતનાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જે વિરોધ આજે ફળ્યો હોય તેવું સામે આવ્યું છે. પાલિકા દ્વારા શ્વાન વેરો રદ્દ કરી દેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત વડોદરાના મેયર કેયુર રોકડિયા દ્વારા પાલિકાની સભામાં કરવામાં આવી હતી. તો બીજી તરફ, આ જાહેરાતને સત્તાપક્ષ અને વિપક્ષ બન્નેએ આવકારી હતી.

Next Story