New Update
/connect-gujarat/media/post_banners/360d84b9eed66f520d7be6ab1003cc4d2e6e02d448ddeae0f2e5080b4ebb5a0a.webp)
વડોદરા શહેરમાં સાધના ટોકીઝની ગલીમાં જીવન જ્યોતની દુકાનના બીજા માળે આગ લાગી હતી, દુકાનમા આગ ક્યાં કારણોસર લાગી જાણી શકાયું નથી. જોક આગ લાગતાં ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરવિભાગ ઘટના સ્થળે પહોચવા માટે ફાયર વિભાગની ગાડી ટ્રાફિક અને સાંકડી ગલીના કારણે અંદર જવામાં અટવાઈ હતી.
ફાયરના લશ્કરો દ્વારા આગને કાબુમાં લીધી બાદ ફાયર વિભાગના અધિકારી એ જણાવ્યું કે દુકાનમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો.
આ આગ જો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો આગના કારણે આજુબાજુની દુકાનોમાં લાગાત જો કે દુકાનના બીજા માળે કચરામાં આગ લાગી હતી. ફાયર વિભાગના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક ફાયર અને તંત્રની લાલિયા વાડી જોવા મળી હતી.
Latest Stories