Connect Gujarat
ગુજરાત

વડોદરા : પાવાગઢને વાદળોનો "ઘેરાવો", જોવા મળ્યાં અલભ્ય દ્રશ્યો

માઉન્ટ આબુ અને ગિરનારના પર્વત પર જેવો માહોલ જોવા મળે છે તેવો માહોલ શનિવારે વહેલી સવારે ગુજરાતના પાવાગઢમાં જોવા મળ્યો હતો

X

માઉન્ટ આબુ અને ગિરનારના પર્વત પર જેવો માહોલ જોવા મળે છે તેવો માહોલ શનિવારે વહેલી સવારે ગુજરાતના પાવાગઢમાં જોવા મળ્યો હતો.

કોરોનાના કારણે અપાયેલા લોકડાઉન બાદ વડોદરા શહેરથી પાવાગઢના દર્શન થતાં હતાં હવે ફરી એક વખત પાવાગઢનો ડુંગર ચર્ચામાં આવ્યો છે અને તેનું કારણ છે ત્યાં ઉભો થયેલો આહલાદક માહોલ છે. શિયાળામાં ધુમ્મસ વચ્ચે વરસાદી છાંટા પડતા પાવાગઢ મંદિરનો રમણીય નજારો જોવા મળ્યો હતો. ઉંચાઇ પર આવેલું પાવાગઢ મંદિર ધુમ્મસથી ઢંકાઇ ગયુ હતુ. જાણે વાદળો નીચે આવીને અમી છાંટણાં પાડતા હોય તેવો માહોલ સર્જાયો હતો. ખૂબ જ ધુમ્મસ હોવાથી ખૂબ જ નજીકની વસ્તુઓ પણ દેખાવી મુશ્કેલ હતી પરંતુ ઉંચાઇ પરથી જોઇએ તો જાણે મંદિર વાદળોથી ઢંકાયેલુ જોવા મળ્યું હતું.

Next Story