વડોદરા: રસ્તે રખડતા ઢોરનો ત્રાસ ક્યારે દૂર થશે? ભાજપ કોંગ્રેસ સામ સામે

વડોદરામાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ અનેક લોકો ઢોરના હુમલામાં થયા ઇજાગ્રસ્ત કોંગ્રેસે કર્યા ભાજપ પર પ્રહાર સત્તાધીશોએ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું

New Update
વડોદરા: રસ્તે રખડતા ઢોરનો ત્રાસ ક્યારે દૂર થશે? ભાજપ કોંગ્રેસ સામ સામે

વડોદરામાં રસ્તે રખડતા ઢોરના પ્રશ્ને કોંગ્રેસે ભાજપના સત્તાધીશો પર આકરા પ્રહારો કરતાં જણાવ્યુ હતું કે ટ્રાફિક નિયમોના ભંગ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે છે તો રસ્તે રખડતા ઢોર બાબતે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી

વડોદરા શહેરમાં ઘણા સમયથી રસ્તે રઝળતા ઢોરોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. છેલ્લા એક અઠવાડીયામાં 3 લોકો રખડતાં ઢોરની અડફેટમાં આવી જતાં ગંભીર ઇજા પામ્યા છે ત્યારે જવાબદાર અધિકારીઓ અને હોદ્દેદારો વડોદરા શહેરના લોકોને રસ્તે રખડતા પશુઓથી મુક્તિ અપાવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે. જોકે, મેયર કેયૂર રોકડિયા સહિત કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને તો માત્ર નાના વેપારીઓના લારી-ગલ્લા સહિતના દબાણોને જ દૂર કરવામાં વધુ રસ હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ મેયરે રખડતાં ઢોર પકડવા માટે પોલીસને સાથે રાખીને ફરી એકવાર ઝુંબેશ હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યુ હતું. આ સાથે જ તેઓએ રાજ્ય સરકારના પશુ નિયંત્રણ કાયદા અંગે પણ વાત કહી હતી

આ તરફ વિપક્ષ કોંગ્રેસ મહાનગર પાલિકાના સત્તાધીશો પર આક્ષેપ કરી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે વડોદરા શહેરમાં રસ્તે રખડતા ઢોરના હુમલાના બનાવો વધ્યા છે પરંતુ મહાનગર પાલિકાના સત્તાધીશો ઘોર નિન્દ્રામાં છે. સ્માર્ટ સિટીની વાત કરતા હોય ત્યારે એક પણ ઢોર રસ્તે જોવા ન મળતું હોવું જોઈએ અને આ જવાબદારી મહાનગર પાલિકાની જ છે

Latest Stories