Connect Gujarat
ગુજરાત

વલસાડ:બેભાન હાલતમાં મળી આવેલા ભીક્ષુક પાસેથી 1.14 લાખ રૂપિયા રોકડા મળ્યા, સારવાર દરમ્યાન ભીક્ષુકનું મોત

એક લખપતિ ભિક્ષુકનું મોત થયું છે. લાખો રૂપિયા હોવા છતાં પણ ભિક્ષુકનું ભૂખને કારણે મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે .

X

વલસાડ શહેરમાં એક લખપતિ ભિક્ષુકનું મોત થયું છે. લાખો રૂપિયા હોવા છતાં પણ ભિક્ષુકનું ભૂખને કારણે મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે .જોકે અત્યારે આ લખપતી ભિક્ષુકના મોતનો મામલો જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

વલસાડના રામરોટી ચોક પર 2 દિવસથી એક ભિક્ષુક દુકાનોના ઓટલા પર સુઈ રહ્યો હતો. આસપાસના દુકાનદારો સતત બે દિવસથી આ ભિક્ષુકને સુતેલા જોઈ રહ્યા હતા. જોકે ત્યારબાદ આ ભિક્ષુકના શરીરમાં કોઈ હલનચલન ન થતા આખરે સ્થાનિક દુકાનદારોએ પોલીસ અને 108 ને જાણ કરી હતી. આથી 108 ની ટીમે આ ભિક્ષુકને ગંભીર હાલતમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. જોકે આ દરમિયાન ભિક્ષુકનું મોત નીપજ્યું હતું.જોકે ત્યારબાદ તપાસ કરતા આ ભિક્ષુકના કપડાઓમાંથી એક લાખ 14 હજારથી વધુની રોકડ રકમ મળી આવી હતી. આથી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ચોકી ગયો હતો. બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને મૃતક ભિક્ષુકની ઓળખ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. અત્યારે આ ભિક્ષુક પાસેથી મળેલા એક લાખ 14 હજારથી વધુની રકમ પોલીસે કબજે કરી છે.

Next Story