/connect-gujarat/media/post_banners/69b15cc7fa558191971b4bf23bc7c0cb7cacf48f5f1ffaecef0fc99cadf21599.jpg)
વલસાડના ગુંદલાવમાં મુસ્લિમ પરણિતાએ ત્રીજા સંતાનમાં પણ બાળકીને જન્મ આપતાં પતિએ તેને તરછોડી દીધી હતી. ન્યાય અપાવવાની માંગ સાથે પરણિતા વલસાડ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી.
મુસ્લિમ સમાજમાં ત્રણ વખત તલાક બોલી પરણિતાઓને છુટાછેડા આપી દેવામાં આવે છે. કેન્દ્ર સરકારે ત્રિપલ તલાકનો કાયદો લાવી આવી પ્રવૃતિ પર અંકુશ મુકવાનો પ્રયાસ કર્યો છે પણ ત્રણ તલાકના કિસ્સાઓ સામે આવી રહયાં છે. વલસાડના ગુંદલાવ ગામે રહેતી પરણિતાને ત્રીજા સંતાનમાં પણ પુત્રી થતાં તેના પતિએ તરછોડી દીધી હોવાના આક્ષેપો થઇ રહયાં છે.
ત્રણ બાળકીઓ સાથે પતિએ તરછોડી દેતાં પરણિતાનો આશરો છીનવાય ગયો છે. પોતાની 15 દિવસની નવજાત બાળકીને લઇ પરણિતા વલસાડ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. પતિના રોષનો ભોગ બનેલી પરણિતા લગ્ન 11 વર્ષ પહેલાં થયાં હતાં અને આ દંપત્તિને ત્રણ પુત્રીઓનો જન્મ થયો છે. દેશમાં એક તરફ બેટી બચાવો.. બેટી પઢાઓ અભિયાન ચાલી રહયું છે ત્યારે વલસાડમાં પરણિતાને પોતાની નવજાત બાળકી સાથે પોલીસ સ્ટેશન જવું પડે તે સમાજ માટે પણ કલંકિત કિસ્સો છે.