New Update
/connect-gujarat/media/post_banners/a223530e72b5142e014e8a824a6c1a0ba11af33b0bb37fffb63328f6d44c4fd3.webp)
ગુજરાત રાજ્ય બેડમિન્ટન એસોસિએશન દ્વારા રાજકોટ ખાતે આયોજિત જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં વલસાડની સાર્વજનિક પ્રાથમિક વિદ્યાલયમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા 10 વર્ષીય વિદ્યાર્થી અંકૂર જોષીએ બ્રોન્ઝ મેડલ સાથે ગુજરાતમાં ત્રીજુ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.
વલસાડના અંકૂર જોષીએ અંડર 11 ગુજરાત રાજ્ય બેડમિન્ટન પ્રતિયોગીતામાં ભાગ લેવા માટે મહેસાણા પોલીસ એકેડેમીના બેડમિન્ટન કોચ ઈરફાન મિર પાસે તાલીમ મેળવી હતી. જેથી અંકૂર જોષીએ વલસાડની સાથે મહેસાણા પોલીસ એકેડેમીનું પણ નામ ઝળહળતું કર્યું છે.