Connect Gujarat
ગુજરાત

વલસાડ : અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત, એક વિચિત્ર અકસ્માત પણ, જુઓ ક્યાં કેવા અકસ્માત સર્જાયા..!

પારડી તાલુકાના નાના પોંઢા તેમજ ધરમપુર તાલુકાના બિલપૂડી નજીક સર્જાયેલા અલગ અલગ અકસ્માતોમાં 4 લોકોના મોત નીપજ્યાં હતા.

X

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નાના પોંઢા તેમજ ધરમપુર તાલુકાના બિલપૂડી નજીક સર્જાયેલા અલગ અલગ અકસ્માતોમાં 4 લોકોના મોત નીપજ્યાં હતા.

વલસાડ જિલ્લામાં આજનો મંગળવાર અમંગળ સાબિત થયો છે. કારણ કે, અહી અલગ અલગ અકસ્માતોમાં 4 લોકોને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. પારડી તાલુકામાં આવેલ નાના પોંઢા-પારડી રોડ પર મરીમાતાના મંદિર નજીક પિકઅપ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એટલો ભયંકર હતો કે, શાકભાજી ભરીને જતી પીકઅપના ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોને ગંભીર ઇજા પહોચી હતી, જ્યાં સારવાર દરમ્યાન બન્નેનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં વાઘછીપાના છિત્રાપારડી ગામના 36 વર્ષીય પ્રદીપ પટેલ અને 37 વર્ષીય હિતેશ પટેલનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં અકસ્માતોની હારમાળા સર્જાય હોય તેવું ફલિત થયું છે. અલગ અલગ 2 અકસ્માતમાં 2 લોકોના મોત નિપજતા સમગ્ર પંથકમાં ગમગીની ફેલાય છે. ધરમપુર તાલુકાના બિલપૂડી નજીક ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે બાઈક સવાર પિતા-પુત્રીને અડફેટે લીધા હતા. જેમાં ગંભીર ઇજાના પગલે 3 વર્ષીય માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત પિતાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ, આસુરા નજીક મોપેડ ચાલકે માર્ગ પર જઈ રહેલ વૃદ્ધાને અડફેટે લીધા હતા, જ્યાં રસ્તો ક્રોસ કરતા જતાં વૃદ્ધાનું મોપેડ અડફેટે ગંભીર ઇજા પહોચતા મોત નીપજ્યું હતું. બનાવના પગલે ધરમપુર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી હતી.

જોકે, વલસાડ જિલ્લામાં સર્જાયેલા અલગ અલગ અકસ્માતોમાં 4 લોકોના મોત નીપજ્યાં છે, ત્યારે આ બનાવો વચ્ચે વધુ એક વિચિત્ર અકસ્માતની ઘટના પણ સામે આવી છે. નાના પોંઢા-પારડી માર્ગ પર અકસ્માતની આ ઘટનાથી લોકો આશ્ચર્યમાં મુકાય ગયા છે, જ્યાં માર્ગની બાજુમાં રહેલી ચિકન શોપ નજીક કાર ચાલકને અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ચિકન શોપ બહાર રહેલા મરઘાના પાંજરા ઉપર કાર ચઢી ગઈ હતી. લગ્ન પ્રસંગમાં જાનૈયાઓને લેવા જઈ રહેલી આ કારના વિચિત્ર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહોતી. પરંતુ અકસ્માતના દ્રશ્યો જોઈ સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Next Story