વલસાડ : ખેરગામ રોડ પર પાર્ક કરેલી બસમાં લાગી અચાનક આગ, ફાયર ફાઈટરો દોડ્યા

બસમાંથી અચાનક ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી, અને થોડી જ વારમાં આખી બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.

New Update
વલસાડ : ખેરગામ રોડ પર પાર્ક કરેલી બસમાં લાગી અચાનક આગ, ફાયર ફાઈટરો દોડ્યા

વલસાડ જિલ્લાના ખેરગામ રોડ પર પાર્ક કરેલી બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના ખેરગામ રોડ બુલેટ ટ્રેન પ્રોજેકટના કર્મચારીઓને લાવવા લઈ જવાનું કામ કરતી બસ અચાનક ભડકે બળી હતી. જોકે, રોડની સાઈડમાં પાર્ક કરેલી બસમાંથી અચાનક ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી, અને થોડી જ વારમાં આખી બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી.

સદનસીબે બસમાં કોઈ સવાર નહીં હતું. આથી કોઈ ઈજા કે, મોટી જાનહાની થઈ ન હતી. પરંતુ અચાનક જ આખી બસ ભડકે બળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને વલસાડ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા તાત્કાલિક ટીમ સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.

Latest Stories