વલસાડ જિલ્લાની ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ભીસણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
વલસાડની ઉમરગામ જીઆઇડીસીના ગોલ કેન્ટીન વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી કંપનીમાં અચાનક આગ લાગી હતી.શરૂઆતમાં કંપનીના એક ભાગમાં આગની શરૂઆત થઈ હતી. જોકે કંપનીમાં મોટી માત્રામાં જ્વલનશીલ કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગ લાગતા કંપનીમાંથી કેમિકલ ગટરમાં અને બહાર રસ્તા પર પણ વહી રહ્યું હતું.આથી ગટરમાં વહેતા કેમિકલમાં પણ આગ લાગતા રસ્તા પર અને બાજુની અન્ય એક ગારમેન્ટ કંપની પણ આગની ઝપટમાં આવી હતી. આમ બે કંપનીઓ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. એક સાથે બે કંપનીઓ અને રસ્તા પર પણ આગને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.આગ બેકાબૂ બનતા બાજુની કંપનીઓના કામદારો અને સંચાલકોના પણ જીવ અધ્ધર થઈ ગયા હતા.જોકે હજુ સુધી કોઈ ઈજાકે જાનહાનીના અહેવાલ નથી