/connect-gujarat/media/media_files/2025/08/05/1-2025-08-05-14-31-14.jpg)
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પોલીસ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓએ શરૂ કરી દેવામાં આવી છે.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આગામી તા. 11, 12 અને 13 ઓગષ્ટ દરમ્યાન પોલીસ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ચિંતન શિબિરમાં રાજ્યના તમામ IPS અધિકારી સહીત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે વલસાડ એસપી કચેરી ખાતે દક્ષીણ ગુજરાતના રેન્જ IGની અધ્યક્ષતામાં IPS મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ વિભાગની ચિંતન શિબિર દરમ્યાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે દક્ષીણ ગુજરાતના રેન્જ IGએ આયોજિત ચિંતન શિબિરને લઈને તમામ તૈયારીઓ સહિત અધિકારીઓને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે વલસાડ સહિત 5 જિલ્લાના એસપી, ડીવાયએસપી તેમજ મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Gujarat | Valsad | ChintanShibir