New Update
/connect-gujarat/media/post_banners/d63ecb20eb1f689c6d470cc6c033144afcfce94e940b9eee82aa8746dbbce1e9.jpg)
વલસાડના પારડી નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમા પારડીના દમણી ઝાંપા ખાતે નેશનલ હાઇવે છોડી ટ્રેલર ચાલક સર્વિસ રોડ પર ધસી આવ્યો હતો.ટ્રેલરે પંકચરના દુકાનદાર સહિત બે લોકોને કચડયા હતા.આ ઘટનામાં પંક્ચર બનાવનારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતુ જ્યારે ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણ થતાની સાથે જ પારડી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતોણે ટ્રેલર ચાલકની ધરપકડ કરી હતી.પંક્ચરની દુકાનમાં ઘુસી ગયેલ ટ્રેલરને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું