New Update
વાપીની PF ઓફિસમાં ACBનો સપાટો
બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
કલાસ 1 અને ક્લાસ 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા
બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
કલાસ 1 અને ક્લાસ 2 અધિકારી લાંચ લેતા ઝડપાયા
રૂપિયા 5 લાખ ની લાંચ લેતા ACBએ દબોચી લીધા
બિલ્ડરના કેસની પતાવટ માટે માંગી હતી લાંચ
વલસાડ જિલ્લાના વાપી ખાતેની પ્રોવિડન્ટ ફંડની એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ટ્રેપ ગોઠવી હતી,જાણવા મળ્યા મુજબ બિલ્ડરની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના PFના ચાલતા કેસની પતાવટ અને ઝડપી નિકાલ કરવા માટે ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી દ્વારા લાંચ માંગવામાં આવી હતી.
જોકે PF અધિકારીઓની કનડગત થી હેરાન પરેશાન બિલ્ડર દ્વારા આ અંગે ACBનો સંપર્ક કરીને ફરિયાદ કરવામાં આવી હતી,તેથી ACB દ્વારા વાપી PF ઓફિસમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં રૂપિયા 5 લાખની લાંચની રકમ સ્વીકારવા જતા ક્લાસ 1 અધિકારી આસિસ્ટન્ટ PF કમિશનર હર્ષદ પરમાર અને ક્લાસ 2 એન્ફોર્સમેન્ટ અધિકારી સુપ્રભાત રંજન લાંચ લેતા ACBના હાથે ઝડપાઈ ગયા હતા.ભ્રષ્ટાચારથી ખદબદતી PF ઓફિસમાં ACBના સપાટાથી લાંચિયા સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.અને PF ઓફિસમાં સન્નાટો છવાઈ ગયો હતો.વધુમાં ACBના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ લાંચિયા PF અધિકારીઓના મિલકત સંબંધિત તેમજ બેંક એકાઉન્ટ સહિતની તપાસ માટેના ACB દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
Latest Stories