/connect-gujarat/media/post_banners/7be526eb73b396887f727fcc3572027c4a48a5a511406614a02aec836c1ba3d9.webp)
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા ભારત સરકાર અને ગુજરાત સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા
વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને કોવિડ - ૧૯ની સંભવિત કોરોનાની લહેર અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રની બેઠક મળી હતી. આ બેઠકમાં તકેદારીની તૈયારીઓનાં ભાગરૂપે જરૂરી પગલાં લેવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જરૂરી સુચનો કરવામાં આવ્યા હતા.
સમગ્ર બેઠકમાં પ્રિકોશન (બુસ્ટર) ડોઝની કામગીરી વધારવા ઉપર ખાસ ભાર મુક્વામાં આવ્યો હતો. PSA પ્લાન્ટની મોકડ્રીલ, RT- PCR ટેસ્ટિંગ વધારવા તથા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો તથા સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે કોવિડ-૧૯ ને લગતી દવાઓનો જથ્થો, કોવિડ વોર્ડ અને જરૂરી સાધનસામગ્રી સાથે એલર્ટ રહેવા સુચના અપવામાં આવી હતી. બેઠક દ્વારા આવનારી સંભવત કોરોનાની લહેરને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. હાલમાં વિશ્વમાં અન્ય દેશો જેવા કે ચીન, જાપાન, અમેરિકા, કોરિયા, બ્રાઝિલમાં કોવિડ –૧૯ના નવા વેરિઅન્ટના કેસોમાં અચાનક જ વધારો જોવા મળ્યો છે ત્યારે કોરોના એનું સ્વરૂપ ગમે ત્યારે બદલી શકે છે. વલસાડ જિલ્લામાં ૧૮ વર્ષથી વધુ વયનાં ૫,૨૦,૪૯૩ લોકોએ પ્રિકોશન (બુસ્ટર) ડોઝ લઇ કોરોના સામે લડવા સક્ષમ અને સુરક્ષીત બન્યા છે. જ્યારે હજુ પણ બીજા ડોઝ લીધેલ અંદાજીત ૬0% લોકો પ્રિકોશન (બુસ્ટર) ડોઝથી વંચિત છે. જેઓ નજીકનાં હેલ્થ સેન્ટર ખાતે જઈ વિના મુલ્યે પ્રિકોશન (બુસ્ટર) ડોઝ મેળવી શકે છે. વલસાડ જિલ્લામાં કોરોનાની સંભવિત નવી લહેરની સામે લડવા માટે કોવિડ ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તેની જનજાગૃતિ ઉપરાંત કોરોના વેકસીનનો વધુમાં વધુ લોકો લાભ લઇ સુરક્ષિત બને એ બાબત પર ધ્યાન કેન્દ્રિત ક૨વાની સૌથી વધુ આવશ્યકતા છે.