વલસાડ : મેઘરાજાની અવિરત સવારીથી ખુશહાલીનો માહોલ, જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર

વલસાડ : મેઘરાજાની અવિરત સવારીથી ખુશહાલીનો માહોલ, જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
New Update

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઇ રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બીજી તરફ મહારાષ્ટ્રમાંથી પાણીની આવકના પગલે મધુબન ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યાં છે. 

દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ વરસી રહયો છે. અવિરત મેઘ મહેરના કારણે ચોમાસાની જમાવટ થઇ રહી છે. વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો વરસાદના પગલે નદીઓ તથા નાળાઓમાં નવા નીર આવ્યાં છે. સોમવારે સવાર સુધી જિલ્લામાં વરસાદના આંકડાઓ પર નજર નાંખવામાં આવે તો કપરાડામાં 07, ધરમપુરમાં 02, પારડીમાં 22, વલસાડમાં 15 અને વાપીમાં 11 મીમી વરસાદ નોંધાયો છે. મધુબન ડેમની સપાટી 71.60 મીટર નોંધાય છે. ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકના પગલે ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે. ડેમમાં 40,994 ક્યુસેક પાણીની આવક સામે 27,647 કયુસેક પાણીની જાવક થઇ રહી છે. હાલડેમ ના 5 દરવાજા 1.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. અષાઢમાં મેઘરાજાએ મહેર વરસાવતાં જગતનો તાત ખુશખુશાલ થઇ ગયો છે જયારે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે.

#Valsad #metrologicaldepartment #Megharaja #monsooningujarat #Madhubandam
Here are a few more articles:
Read the Next Article