વલસાડ : નશીલા પદાર્થનું વેચાણ કરતી મહિલાના ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ચાલતા ફફડાટ

વલસાડ જિલ્લાના વાપીના સુલપડમાં નશીલા પદાર્થનું વેચાણ કરતી મહિલાની ગેરકાયદેસર મિલકત પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવી હતી.

New Update
  • વાપીમાં નશીલા પદાર્થ સાથે મહિલા ઝડપાઇ

  • પોલીસે 10 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કર્યો હતો જપ્ત

  • મનપા અને પોલીસ દ્વારા કરવામાં આવી ડિમોલિશનની કાર્યવાહી

  • મહિલાના ગેરકાયદેર મિકલત પર ચાલ્યું બુલડોઝર

  • તંત્રની કાર્યવહીને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ

વલસાડ જિલ્લાના વાપીના સુલપડમાં નશીલા પદાર્થનું વેચાણ કરતી મહિલાની ગેરકાયદેસર મિલકત પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવી હતી.તંત્રની કાર્યવાહીના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સુલપડ વિસ્તારમાંથી મંગલા શ્રીવાસ્તવ નામની મહિલા દ્વારા નશીલા પદાર્થનું વેચાણ કરતા વાપી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મહિલા પાસેથી કુલ 10 કિલોથી વધુ કિંમત રૂપિયા 1 લાખથી વધુનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.સમગ્ર બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મહિલા દ્વારા સરકારી જગ્યા પર દુકાનો બાંધી નશીલા  પદાર્થનો વેપાર ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું.જે બાબતને ધ્યાનમાં રાખીને વાપી પોલીસ દ્વારા મહાનગરપાલિકાની સાથે મળી લીગલ ઓર્ડર મેળવી અને તમામ કાર્યવાહી કરી દુકાનોનું ડિમોલિશન હાથ ધર્યું હતું.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે જ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર કિશોરી પર દુસ્કર્મ કરવાના બનાવમાં બે આરોપીઓની કરાઇ ધરપકડ

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. 

New Update
aadipur

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા.  ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.

બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો  મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.