વલસાડ:ગુંદલાવ હાઈવે પર કાર પર કન્ટેનર પડતા દોડધામ, કારચાલક બહાર હોવાથી ચમત્કારીત બચાવ

અકસ્માતમાં કાર છૂંદાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા

New Update
વલસાડ:ગુંદલાવ હાઈવે પર કાર પર કન્ટેનર પડતા દોડધામ, કારચાલક બહાર હોવાથી ચમત્કારીત બચાવ

વલસાડ નજીક નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર પર કન્ટેનર પડ્યું હતું. આ બનાવમાં કાર ચાલક બહાર ઉભો હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો મુંબઈથી એક કન્ટેનર નં.MH-46-H-4753ના સામાન ભરીને સુરત તરફ કન્ટેનર ચાલક અજય મહાદેવ ઓડ જઈ રહ્યો હતો. જે દરમ્યાન ગુંદલાવ હાઇવે આવતા કન્ટેનર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કન્ટેનર ડિવાઈડર ઉપર પલ્ટી ખાઈ ગયું હતું. જેમાં સુરતથી વલસાડ મેડિકલ કોલેજમાં આવી રહેલા પ્રોફેસરની કાર નંબર GJ-05-RG-4205 પર કન્ટેનર પલ્ટી ગયું હતું.

Advertisment

અકસ્માતમાં કાર છૂંદાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા.સદનસીબે અકસ્માત સમયે કારચાલક કારની બહાર હોવાના કારણે ચમત્કારિક બચાવ થયો હતો. કારચાલક અને કન્ટેનર ચાલકને સામાન્ય ઈજા પહોંચતા 108 મારફત સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે રૂરલ પોલીસની ટીમને જાણ થતાં રૂરલ પોલીસે તાત્કાલિક અકસ્માતમાં પલ્ટી ગયેલ કન્ટેનરને ક્રેઇનની મદદ વડે દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment