વલસાડ : ધરમપુરના સિન્દુબરની છાત્રાલયમાં રસોઈ બનાવતી વેળા કુકર ફાટ્યું

વલસાડના ધરમપુર તાલુકાના સિન્દુબર ગામમાં આવેલી છાત્રાલયના રસોડામાં કામ કરતી વખતે અચાનક કુકર ફાટ્યું હતું.

cooker
New Update

વલસાડના ધરમપુર તાલુકાના સિન્દુબર ગામમાં આવેલી છાત્રાલયના રસોડામાં કામ કરતી વખતે અચાનક કુકર ફાટ્યું હતું.

જેથી એક મહિલા દાજી ગઈ હતી. ઘટનાની જાણ છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને આચાર્યને થતા તાત્કાલિક ઇજાગ્રસ્ત મહિલાની મદદે દોડી આવ્યા હતા. છાત્રાલયમાં રસોઈ બનાવતી વેળાએ કુકર બ્લાસ્ટ થતા મહિલા દાજી જતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સિન્દુબર ગામમાં આવેલી નીલ ભવન શ્રી વનવાસી ઉત્કર્ષણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર છાત્રાલયમાં રસોડામાં કામ કરતી કોકીલાબેન ધર્મેશભાઈ ગરાસીયા વિદ્યાર્થીઓ માટે દાળ બનાવી રહી હતી. દાળ બનાવવા ચૂલા ઉપર કુકર મૂકી રસોઈની અન્ય તૈયારીઓ કરી રહી હતી. તે વખતે અચાનક કુકર ધડાકા સાથે ફાટ્યું હતું. અચાનક બ્લાસ્ટ થતા રસોડામાં કામ કરતી મહિલા દાજી ગઈ હતી. કુકર ફાટવાનો ધડાકો એટલો ભયાનક હતો કેરસોડા ઉપરનું પતરું તૂટી ગયું હતું. છાત્રાલયના રસોડામાં ધડાકો થતા તાત્કાલિક ઘટના સ્થળે છાત્રાલયના બાળકો તેમજ ટ્રસ્ટીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. છાત્રાલયમાં ચેક કરતા રસોડામાં દાળ બનાવતી મહિલા કોકીલાબેનના ચહેરા પર દાળ પડતા તેઓ દાજી ગયા હતા. ઘટના સ્થળની જાણ 108ની ટીમને કરવામાં આવી હતી. કોલ મળતાની સાથે 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી દાઝી ગયેલી મહિલાને 108ની મારફતે ધરમપુરની ખાનગી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.

#Valsad #injured #cooking #Women #explodes #cooker #kitchen #Gujarat
Here are a few more articles:
Read the Next Article