/connect-gujarat/media/post_banners/b31fdb4a7708d7ca31880c2c1c56cea9ea865aed700b3383179e0fcb5d0a944b.jpg)
વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ઉમેદવારી પત્ર ભરવા ઘરેથી નીકળતા પહેલા પરિવારજનો સાથે પૂજા આરતી કરી હતી. ત્યારબાદ તડકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઉમેદવારી પત્ર ભરવા પહેલા ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન સ્વરૂપે વિજય સંખનાદ સભા યોજી હતી, જ્યાં સાધુ સંતોએ સભા મંચ પર મંત્રોચાર સાથે ઉમેદવાર ધવલ પટેલને વિજય તિલક કરી આશીર્વાદ આપ્યા હતા.
સભાને સંબોધતા ધવલ પટેલ અને ભાજપ અગ્રણીઓએ કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સાશિત સરકારના વિકાસની યોજનાઓના વિકાસના કામો અને જન કલ્યાણકારી યોજનાઓને યાદ અપાવી લોકોનું સમર્થન માંગ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, વલસાડના પ્રભારી મંત્રી મુકેશ પટેલ, ભાજપના ધારાસભ્યો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.