વલસાડ: પરિવારમાં 12 સભ્યો છતાં ઉમેદવારને માત્ર 'પોતાનો' જ મત મળ્યો

વલસાડના છરવાડા ગ્રામપંચાયતમાં સભ્યપદના ઉમેદવારને માત્ર 1 મત મળતા ચર્ચાનો વિષય બન્યો છે.

વલસાડ: પરિવારમાં 12 સભ્યો છતાં ઉમેદવારને માત્ર 'પોતાનો' જ મત મળ્યો
New Update

વલસાડના છરવાડા ગ્રામપંચાયતમાં સભ્યપદના ઉમેદવારને માત્ર 1 મત મળતા ચર્ચાનો વિષય બન્યો છે.

વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. પંચાયતોના જાહેર થયેલા પરિણામોમાં કેટલી ગ્રામ પંચાયતોમાં રસપ્રદ પરિણામ પણ બહાર આવ્યા છે. આ એવા પરિણામો છે જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નં. 5ના સભ્યના ઉમેદવારને માત્ર 1 વોટ મળ્યો હતો. ઉમેદવારને તેની પત્ની અને પરિવારના સભ્યોએ પણ મત પણ નહોતો આપ્યો. વાપી તાલુકાના છરવાડા પંચાયતના વોર્ડ સભ્યના ઉમેદવાર સંતોષ હળપતિને માત્ર 1 વોટ મળ્યો હતો. જેને તેની પત્ની તેમજ પરિવારજનોએ પણ વોટ ન કરતાં ઉમેદવારની હાલત કફોડી બની હતી. 12 સભ્યોના પરિવાર ધરાવતા આ ઉમેદવારોને માત્ર એક જ મત મળતાં ઉમેદવાર છરવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 5નું પરિણામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

#BeyondJustNews #Grampanchayat #Valsad News #Connet Gujarat #Election Vote #candidate Got Only own Vote #having 12 family member
Here are a few more articles:
Read the Next Article