Connect Gujarat
ગુજરાત

વલસાડ: ફોટો સ્ટુડિયોમાં ચાલતા ડુપ્લીકેટ સરકારી દસ્તાવેજ બનાવવાના રેકેટનો પર્દાફાશ, ડમી ગ્રાહક બની પોલીસે ઓપરેશન પાર પાડ્યુ

સ્ટુડિયોમાં હજાર વ્યક્તિએ એક ડોક્યુમેન્ટમાં સુધારનો કરવામાં રૂ. 600ની માંગણી કરી હતી.

X

વલસાડ જિલ્લાના વાપીના ચણોદ ગામે આવેલ શ્રી રામ સ્ટુડીયોમાં આધારકાર્ડ, પાન કાર્ડ સહિતના ભારત સરકારના ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરી સુધારો વધારો કરી તમામ ડોક્યુમેન્ટ સ્થાનિક અને જરૂરિયાત મુજબના બનાવી અપવમાં આવતા હોવાનું કૌભાંડ આચરી રહ્યા હોવાની બાતમી વલસાડ SOGની ટીમને મળી હતી.

મળેલી બાતમીના આધારે વલસાડ SOGની PSI આર. બી. પરમાર તેમની ટીમેં એક ડમી ગ્રાહક મોકલાવીને નકલી આધાર કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, બર્થ ડે સહિત અન્ય ડોક્યુમેન્ટ બનાવવાની કામગીરી વાપીના ચણોદ ગામે આવેલ શ્રી રામ સ્ટુડીયોમાં આપી હતી. સ્ટુડિયોમાં હજાર વ્યક્તિએ એક ડોક્યુમેન્ટમાં સુધારનો કરવામાં રૂ. 600ની માંગણી કરી હતી. વલસાડ SOGની ટીમને ડમી ગ્રાહકે સિગ્નલ આપતા SOGની ટીમે રેડ કરી કૌભાડ ઝડપી પાડયું હતું.

જેમાં દમણની કેનેરા બેંકમાં આધાર કાર્ડનું કામ કરતા અબ્દુલા મોહમદ સમીમ ખાન, તેની નોકરી પૂર્ણ થયા બાદ સ્ટુડિયો ઉપર આવીને બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપવામાં આપવામાં મદદ કરતો હતો.સ્ટુડિયોનો માલિક મનીષ રામલાલ સેન અને અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન અને કાલંદીચરણ રમેશચંદ્ર સામલ રહે. શિવમ પેલેસ, રમઝાન છાડી - છરવાડાને પકડી પોલીસે કાયદેસરની ધરપકડ કરી છે.

Next Story