Connect Gujarat
ગુજરાત

વલસાડ : પાવર ગ્રીડ અને ટાવર પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, યોગ્ય વળતરની માંગ સાથે આપ્યું તંત્રને આવેદન...

જિલ્લામાં પાવર ગ્રીડ પ્રોજેકટ અને ટાવર નાખવાના પ્રોજેકટ ચાલી રહ્યા છે. જેમાં મોટાભાગના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે.

X

વલસાડ જિલ્લાના ખેડૂતોએ પાવર ગ્રીડ પ્રોજેક્ટ અને ટાવર પ્રોજેક્ટમાં સંપાદિત જમીનના યોગ્ય વળતર મળે તથા યોગ્ય રીતે કાર્યવાહી થાય તે માટે કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

વલસાડ જિલ્લામાં પાવર ગ્રીડ પ્રોજેકટ અને ટાવર નાખવાના પ્રોજેકટ ચાલી રહ્યા છે. જેમાં મોટાભાગના ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે. પરંતુ વલસાડ જિલ્લામાં જે વળતર આપવામાં આવે છે, અને જમીન સંપાદનમાં વળતર ચૂકવ્યા વગર જ પ્રોજેક્ટના અધિકારી-કર્મચારીઓ દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ વળતરમાં વિસંગતતાને લઈને પણ ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોએ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. ખેડૂતોએ જણાવ્યુ હતું કે, જમીન સંપાદનમાં યોગ્ય વળતર ચૂકવ્યા બાદ જ કામગીરી કરવામાં આવે. આ સાથે જ ઉર્જા વિભાગના પરિપત્રને લઈને પણ વિરોધ નોંધાવ્યો હતો. જંત્રીના ભાવને લઈને પણ રજૂઆતો કરવામાં આવી હતી, જેથી ખેડૂતોને સાથે અન્યાય ન થાય અને યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Next Story