/connect-gujarat/media/post_banners/2f115566b0cfa6a7742c609b3ca138cfdad36fe84d6296e1e4718495398e2b41.jpg)
વલસાડ શહેરના રેલવે જિમ ખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખાદી ઉત્સવમાં ખાદીના પ્રચાર માટે ફેશન-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવક-યુવતીઓએ ખાદીના કપડાં પહેરી રેમ્પ વોક કરતાં જોઈને ખાદી પ્રત્યે લોકોનું આકર્ષણ વધ્યું હતું.
અમદાવાદના ખાદી ગ્રામ ઉદ્યોગ કમિશન અને સૌરાષ્ટ્ર ગ્રામ વિકાસ ટ્રસ્ટ શિહોરના સહયોગથી વલસાડ શહેરના જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખાદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાદી ઉત્સવમાં યોજાયેલ ખાદી વસ્ત્રોના ફેશન-શોએ સૌકોઈમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ખાદીના વસ્ત્રો માટે આજની યુવાપેઢીમાં વધારે રૂચિ જાગે તે માટે ફેશન-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રેમ્પ ઉપર ખાદીના અલગ અલગ પેટર્નના વસ્ત્રો પહેરી મોડલ યુવક-યુવતીઓને કેટ વોક કરતાં જોઈ લોકોમાં પણ ખાદીનું અનેરું આકર્ષણ જોવા મળ્યું હતું.