Connect Gujarat
ગુજરાત

વલસાડ:મેલી વિદ્યામાં ઉપયોગ કરાતો હોવાની આશંકાના પગલે વનવિભાગે 2 ઘુવડોને મુક્ત કરાવાયા

વલસાડ જિલ્લાના ધરમપુર વન વિભાગ દ્વારા લુપ્ત થતી પ્રજાતિના બે ઘુવડોને મુક્ત કરાવવામાં આવ્યા છે.

X

વલસાડ જિલ્લાના ધરમપુર વન વિભાગ દ્વારા લુપ્ત થતી પ્રજાતિના બે ઘુવડોને મુક્ત કરાવવામાં આવ્યા છે.

વલસાડના ધરમપુરના હનમત માળ વિસ્તારમાં વન વિભાગે બાતમી મળતા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એક બાઈક અને કાર ને રોકી તેમાં તપાસ કરતા કારમાંથી બે ઘુવડો મળી આવ્યા હતા. આ ઘુવડો લુપ્ત પ્રજાતિના હતા જે દેશમાં સંરક્ષિત શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આથી આ સંરક્ષિત પક્ષી હોવાથી વન વિભાગે બંને ઘુવડોનો કબજો લીધો હતો. અને ગણેશ માહલા નામના નાસિકના એક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે બે આરોપીઓ ફરાર થઈ જતા તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા.મહત્વપૂર્ણ છે કે મેલી વિદ્યામાં ઘુવડ અને અન્ય પશુ પક્ષીઓની બલી ચઢાવવામાં આવતી હોવાની ગેરમન્યતા પ્રવૃત્તિ રહી છે. અગાઉ પણ અનેક વખત ઘુવડ જેવા પશુઓનો મેલીવિદ્યામાં ઉપયોગ થતા હોવાના બનાવો બની ચૂક્યા છે ત્યારે આ વખતે પણ વન વિભાગના હાથે ઝડપાયેલા ઘુવડોને મેલી વિદ્યામાં ઉપયોગમાં કરવામાં આવનાર હોવાની આશંકા વર્તાઈ રહી છે

Next Story