Connect Gujarat
ગુજરાત

વલસાડ : કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ-2023 અંતર્ગત બાળરાજાઓને શાળામાં પ્રવેશ અપાયો

વલસાડ : કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ-2023 અંતર્ગત બાળરાજાઓને શાળામાં પ્રવેશ અપાયો
X

સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૨મી જૂનથી શરૂ થયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૩ અંતર્ગત વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકામાં ખડકી, ગુંદીયા અને સાદડવેરા પ્રાથમિક શાળામાં ગાંધીનગર સચિવાલયમાં સરકારના શિક્ષણ વિભાગના જોઈન્ટ સેક્રેટરી જે.પી.દેવંગન(આઈ.એ.એસ)ની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.

વલસાડ જિલ્લામાં તા.૧૨ અને ૧૩ મી જૂનના રોજ સમગ્ર વલસાડના ૬ તાલુકામાં ૯૫૭ પ્રાથમિક શાળાઓ માટે ૯૩ કલસ્ટર મુજબ ૯૩ સંભવિત રૂટ પર કન્યા કેળવણી મહોત્સવમાં પ્રવેશપાત્ર ૧૯૧૨૦ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવની ઉજવણીની શરૂઆત કરાઈ છે. નવી શિક્ષણનિતી મુજબ ૫ થી ૬ વર્ષના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપાશે. જે પૈકી ધરમપુર તાલુકાની ખડકી, ગુંદીયા અને સાદડવેરી પ્રાથમિક શાળામાં આંગણવાડી/બાલવાટિકામાં ૫૧ અને પહેલા ધોરણમાં ૨૧ બાળકો મળી કુલ ૭૨ બાળકોનો શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો. શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ધરમપુરના અંતરિયાળ વિસ્તારની ખડકી પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં પ્રવેશપાત્ર એકમાત્ર બાળકીનું કુમકુમ પગલા પાડી પ્રવેશ કારાવાયો હતો, જ્યારે ધોરણ-૧માં ૧૩ કુમાર અને ૦૭ કન્યા મળી કુલ ૨૦ બાળકો, ગુંદીયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં ૨૮ અને ધોરણ-૧ માં ૦૧, સાદડવેરા પ્રાથમિક શાળામાં આંગણવાડી અને બાલવાટિકામાં ૧૨ કુમાર અને ૧૦ કન્યા મળી કુલ ૨૨ બાળકોને પ્રવેશ આપાયો હતો. તેમજ ગુંદીયા પ્રાથમિક શાળામાં બાળકોને શાળાએ લાવવા લઈ જવા માટેના ટ્રાંસાપોર્ટેશન વાહનને જે.પી.દેવંગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જોઈન્ટ સેક્રેટરી જે.પી.દેવંગને કહ્યું હતું કે, આ નવા ભવિષ્ય માટે ખુબ જ સુંદર પ્રસંગ છે જેમાં સહભાગી થવાનો મોકો વારંવાર મળતો નથી. આ પ્રવેશ મેળવતા બાળકો ખુબ જ ભણે, સારુ ભણે અને સતત ભણે એવી શુભેચ્છા છે. એમને ભણતરમાં પડતી તકલીફો દૂર કરવાના તમામ પ્રયત્નો સરકાર કરે છે. સાથે સાથે બાળકોને ભણતરની દરેક જરૂરિયાતો પણ પુરી થાય એની કાળજી રાખે. પ્રાથમિક શાળામાં ભણતરથી બાળકોનો પાયો મજબૂત થાય છે. પ્રવેશ મેળવાતા દરેક બાળકોને ખુબ ખુબ અભિનંદન અને શાળાના શિક્ષકો અને વાલીઓને પણ અભિનંદન પાઠવું છું. આ કાર્યક્રમોમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કૌશર કાશલી, હનમતમાળ RBSKની ટીમ, દરેક શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપ્સ્થિત રહ્યા હતા.

Next Story