વલસાડ: વાપી રેલવે સ્ટેશન પર વતન જવા મુસાફરોની ભારે ભીડ, ભારે ધક્કામુકીના દ્રશ્યો જોવા મળ્યા

વાપી રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહે છે જો કે રેલવે વિભાગની અસુવિધાના કારણે રેલવે સ્ટેશન પર ધક્કામુકીના દ્રશ્યો જોવા મળ્યા

New Update
  • વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

  • હોળીના પર્વને લઈ વતન જવા મુસાફરોની ભીડ

  • રેલવે તંત્ર દ્વારા સુવિધાના નામે મીંડું

  • ભારે ધક્કામૂકીના દ્રશ્યો જોવા મળ્યા

  • સુવિધા ઉભી કરવા મુસાફરોની માંગ

Advertisment
હોળીના પર્વને લઈને વાપી રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહે છે જો કે રેલવે વિભાગની અસુવિધાના કારણે રેલવે સ્ટેશન પર ધક્કામુકીના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે પ્રશાસન યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરવામાં આવી રહી છે
હોળી તહેવાર નજીક આવતાં વલસાડ જિલ્લાના વાપી અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી અને ઉમરગામ તથા આજુબાજુના શહેરોમાં વસતા ઉત્તર ભારતીય સમુદાયના લોકો વતન જવા આતુર બને છે.આ વર્ષે પણ બાંદ્રા-પટના ટ્રેનમાં પ્રવાસીઓની બેશુમાર ભીડ જોવા મળી રહી છે જેના પગેલ વાપી રેલવે સ્ટેશન પર મુસાફરો માટે અવ્યવસ્થા સર્જાઈ હતી.
મુસાફરીના બુકિંગ પહેલા જ પૂર્ણ થઈ જતાં અનેક યાત્રીઓએ જનરલ કોચમાં વતન જવા મુસાફરી માટે પ્રયત્ન કર્યો હતો.વાપી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવા માટે ધક્કામુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા.કેટલાક યાત્રીઓએ ટ્રેનમાં પ્રવેશવા માટે ઇમરજન્સી બારીનો પણ  સહારો લીધો હતો.
Advertisment
રેલવે તંત્ર દ્વારા યાત્રીઓને યોગ્ય માર્ગદર્શન આપવાની કે ભીડ વ્યવસ્થિત રીતે સંભાળવાની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.જો વાપી ખાતે રેલવે તંત્ર નક્કર પગલાં ન ભરે તો દિલ્હી રેલવે સ્ટેશન પર બેકાબુ થયેલી ભીડની બનેલી ઘટના વાપીમાં સર્જાય એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
Advertisment
Latest Stories