વરસાદની મોસમમાં રોગચાળાથી ભય
પાણી અને મચ્છર જન્ય રોગમાં વધારો
ડેન્ગ્યુ અને મલેરિયાના દર્દીમાં વધારો
ખાનગી અને સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ
આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ
વલસાડ જિલ્લામાં વરસાદની મોસમમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓમાં વધારો નોંધાયો છે.ડેન્ગ્યુ અને મલેરિયાના દર્દીઓમાં વધારો થતા આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમ બનાવી સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે.
વલસાડ જિલ્લામાં ભેજવાળા અને વરસાદી માહોલમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. અત્યારે જિલ્લામાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે .જો કે જિલ્લામાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોની પણ સંખ્યા વધી રહી છે. આથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
પાણીજન્ય રોગચાળામાં તાવ ,ઝાડા-ઉલટી અને વાઇરલ તાવ સહિતના કેસ વધી રહ્યા છે. આથી જિલ્લામાં આરોગ્ય વિભાગની 814 ટીમો સર્વેલેન્સની કામગીરીમાં લાગી છે.અત્યારે જિલ્લામાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પાણીજન્ય રોગચાળા એ માઝા મૂકી છે..જેેેથી જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.ખાનગી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ સહિત અન્ય સરકારી હોસ્પિટલોમાં પણ સામાન્ય દિવસોની સરખામણીમાં ત્રણ થી ચાર ઘણા દર્દીઓ વધુ આવી રહ્યા છે.