વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની ત્રણ સરકારી શાળાઓમાં ગત વેલેન્ટાઈન ડેના દિવસે આશારામના ફોટો સાથે માતૃપિતૃ દિવસની ઉજવણી કરાતા ભારે વિવાદ છેડાયો હતો.
વલસાડ જિલ્લામાં 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે આસારામના સાધકો દર વર્ષે માતૃ પિતૃ વંદના કાર્યક્રમ કરે છે. આસારામ અને તેનો પુત્ર નારણસાઈ જેલમાં હોય ત્યારે કપરાડાની એક શાળામાં અભ્યાસ કરાવતો શિક્ષક આસારામ બાપુનો ભક્ત હોય તેના દ્વારા 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે માતૃ પિતૃ વંદના દિવસની ઉજવણીના ભાગરૂપે આસારામનો ફોટો મૂકી તેમજ વિદ્યાર્થીઓના વાલી માતા પિતાને શાળામાં હાજર રહેવા ફરમાન કર્યું હતું. જેથી આચાર્યએ કરેલા હુકમને માન આપી શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓ માતૃ પિતૃ પૂજન કાર્યક્રમમાં આસારામનો ફોટો મૂકી આરાધના આરતીઓ કરાઈ હતી. આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ બાબતે ગત ફેબ્રુઆરી મહિનામાં રિપોર્ટ કર્યો હતો. આમામલે વિડીયો અને ફોટો વાયરલ થતા દસ મહિના બાદ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 33 જેટલા શિક્ષકોને નોટિસ ફટકારી ખુલાસો માંગતા જિલ્લાના શિક્ષકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.