Connect Gujarat
ગુજરાત

વલસાડ : હવે ખેડૂતોને મળશે 6 કલાક પૂરતો વીજ પુરવઠો, ઉર્જામંત્રીનો તત્કાલિન નિર્ણય

રાજ્યના ઉર્જામંત્રીએ એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ખેડૂતોને 6 કલાક પૂરતો વીજ પુરવઠો આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.

X

રાજ્યના ઉર્જામંત્રીએ એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ખેડૂતોને 6 કલાક પૂરતો વીજ પુરવઠો આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ઊભી થયેલી સમસ્યા મુદ્દે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે અને આવતીકાલથી જ ગુજરાતના તમામ ખેડૂતોને 6 કલાક પૂરતો વીજ પુરવઠો પુરો પાડવામાં આવશે. જેની ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જાહેરાત કરી છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતા યુદ્ધના કારણે ગેસ પુરવઠાના સપ્લાયમાં પણ સમસ્યા સર્જાઈ હતી. કેટલાક સમયથી સમગ્ર રાજ્યમાં ખેડૂતોએ, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને કિસાન સંઘની રજૂઆતને કારણે રાજ્ય સરકારે તાત્કાલિક આ મુદ્દાને ગંભીરતાથી લઇ કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાત રાજ્યમાં આવતીકાલથી ખેડૂતોને 6 કલાક પૂરતો વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે.

Next Story