વલસાડ : શાળા ખૂલતાં પ્રથમ દિવસે જ સ્કૂલ વાહન ચાલકોની હડતાળ

વલસાડ જિલ્લામાં શાળાઓ શરૂ થવાના પહેલા દિવસે જ સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા હતા. જેને લઈને શાળાએ આવતા બાળકો અટવાયા હતા,

New Update

વલસાડ જિલ્લામાં RTO દ્વારા કડક નિયમો કરવામાં આવતા સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા હતા. સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતરી જતા વાલીઓએ બાળકોને સ્કૂલ મુકવા જવાની ફરજ પડી હતી.

વલસાડ જિલ્લામાં શાળાઓ શરૂ થવાના પહેલા દિવસે જ સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતર્યા હતા. જેને લઈને શાળાએ આવતા બાળકો અટવાયા હતાઅને વાલીઓએ બાળકોને પોતાના વાહન પર શાળાએ મુકવા જવાની ફરજ પડી હતી. સ્કૂલ વાહન ચાલકોએ જણાવ્યું હતું કે, RTO દ્વારા કેટલાક મુદ્દાઓને કડક નિયમો બનાવવામાં આવ્યા છેજેને લઈને સ્કૂલ વાહન ચાલકો દ્વારા હડતાળ પાડવામાં આવી છે. વાહનો પર પીળા પાટાસ્કૂલ વાનની સ્પીડ 20ની ઉપર નહીં રાખવી12 વર્ષ કેતેનાથી ઉપરની વયના બાળકોને ક્ષમતામાં બેસાડવા સહિત અનેક મુદ્દાઓને લઇ સ્કૂલ વાહન ચાલકોમાં RTO પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. આ સાથે કેટલાક વાલીઓએ આ હડતાળમાં સ્કૂલ વાહન ચાલકોના કેટલાક મુદ્દાઓને વ્યાજબી ગણાવ્યા હતાત્યારે સ્કૂલ વાહન ચાલકોની હડતાળના પગલે વાલીઓ સહિત બાળકો અટવાયા હતા.

 

Latest Stories