વલસાડ : વાપી નગરપાલિકાના નવા પ્રમુખ બન્યા પંકજ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલ દેસાઈની વરણી…

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી બોડીની ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાય હતી.

New Update

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ભાજપના પંકજ પટેલ અને ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી બોડીની ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાય હતી. આ સાથે જ વાપી પાલિકાના ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા મળી હતી. જેમાં સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે ભાજપના પંકજ પટેલઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ અને કારોબારી ચેરમેન તરીકે મનોજ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કેવાપી નગરપાલિકા પર ભાજપનું શાસન છે. નગરપાલિકાના કુલ 11 વોર્ડના કુલ 44 સભ્યોમાંથી 37 સભ્યો ભાજપના છેજ્યારે 7 સભ્યો કોંગ્રેસના સભ્યો છે. વાપી નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. ટૂંક સમયમાં જ મહાનગરપાલિકાની રચનાની તૈયારીઓ શરૂ થઈ જશેત્યારે નગરપાલિકા તરીકેની આ છેલ્લી ટર્મમાં નવી ટીમ શહેરના વિકાસને વધુ વેગ આપશે તેવી ખાતરી આપી રહી છે.

#વરણી #ઉપપ્રમુખ #નવા પ્રમુખ #નગરપાલિકા #વાપી #વલસાડ
Here are a few more articles:
Read the Next Article