Connect Gujarat
ગુજરાત

વલસાડ : બીલપુડીની આદિવાસી દીકરીનું BSFમાં પોસ્‍ટિંગ, પરિવારનું ગૌરવ વધાર્યું...

ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયામાં રહેતી આદિવાસી સમાજના રસિક ભોયા અને મયના ભોયાની દીકરી સ્‍મિતાએ બી.એસ.એફ.માં પોસ્‍ટિંગ મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે.

વલસાડ : બીલપુડીની આદિવાસી દીકરીનું BSFમાં પોસ્‍ટિંગ, પરિવારનું ગૌરવ વધાર્યું...
X

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયામાં રહેતી આદિવાસી સમાજના રસિક ભોયા અને મયના ભોયાની દીકરી સ્‍મિતાએ બી.એસ.એફ.માં પોસ્‍ટિંગ મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે. આ પોસ્‍ટિંગ મળતાં પ્રગતિ મહિલા મંડળ, બીલપુડી અને ગ્રામજનો દ્વારા સ્‍મિતાના સન્‍માન સમારંભનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વનીતા ગાંવિતે સ્‍મિતાનું પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માનિત કરી ગામની આદિવાસી દીકરીને દેશની સેવા કરવાનો અવસર મળ્‍યો હોય, ગૌરવની લાગણી અનુભવી રહી હોવાનું જણાવ્‍યું હતું કે, સ્‍મિતાએ કારકિર્દીના વિકલ્‍પ તરીકે બી.એસ.એફ.ની પસંદગી કરી દેશની સેવા કરવા માટેનો જુસ્‍સો બતાવી અન્‍ય યુવતીઓને પણ પ્રેરણા પુરી પાડી છે. આ કાર્યક્રમમાં નિવૃત્ત સર્કલ અધિકારી રમેશ ગાંવિત, ગુજરાત કામદાર કલ્‍યાણ બોર્ડના નિવૃત્ત સંચાલક શંકર ગાવિત તેમજ બગાયત શાસ્ત્રી ચિન્‍મય ગાંવિતે સ્‍મિતાને શુભેચ્‍છાઓ પાઠવી યુવાનો અને યુવતીઓને દેશની સેવા કરવાની પ્રેરણા પુરી પાડી ગામનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. બીલપુડી ગામની પહેલી દીકરી છે, જેમણે દેશની સેવા માટે બી.એસ.એફ.ની પસંદગી કરી તેમાં પોસ્‍ટિંગ મેળવી ગામનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે.

Next Story