વલસાડ: મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે વિવિધ વિસ્તરો ભરાયા વરસાદી પાણી

વલસાડમાં વહેલી સવારે વરસેલા વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો એક મકાનની ગેલેરી ધરાશયી થતા દોડધામ જવા પામી હતી

New Update

વલસાડમાં વહેલી સવારે વરસેલા વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો એક મકાનની ગેલેરી ધરાશયી થતા દોડધામ જવા પામી હતી

વલસાડ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે જેને કારણે વલસાડના હાઉસિંગ,પીચિંગ,તીથલ રોડ  વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય હતી.આ વિસ્તારોમાં માત્ર કાગળ પર જ પ્રિમોન્સૂન કામગીરી થઈ હોય તેવું સ્પષ્ટ દ્રશ્યો પરથી દેખાઈ આવે છે.તો બીજી તરફ વલસાડના રામજી ટેકરા વિસ્તાર માં આવેલ જુના બંધ મકાનની ગેલેરીનો સ્લેબ તૂટી પડ્યો હતો.જેને પગલે કાટમાળ વેર વિખેર થયો હતો. ભારે વરસાદને પગલે વલસાડના રોજિંદા જીવન પર અસર દેખાઈ હતી.
Latest Stories