બરુમાલા ધામમાં રાજ્ય જયંતી મહોત્સવ
પાંચ દિવસીય મહોત્સવનો થયો પ્રારંભ
પ્રથમ દિવસેCM રહ્યા ઉપસ્થિત
CMએ ભાવભાવેશ્વર મહાદેવના કર્યા દર્શન
શિવભક્તોનેCMએ કર્યું સંબોધન
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા બરુમાલા ધામના ભગવાન ભાવભાવેશ્વર મંદિરમાં રજત જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અનેCMએ ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કરીને શિવભક્તોને સંબોધન કર્યું હતું.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા બરૂમાલા ધામના ભગવાન ભાવભાવેશ્વર મંદિરમાં રજત જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 8થી 12 એપ્રિલ સુધી ચાલનારા આ પાંચ દિવસીય'સંકલ્પ સનાતન સમારોહ 2025'માં દેશભરના દિગ્ગજો ઉપસ્થિત રહેશે.આજે કાર્યક્રમના પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.જ્યાં મુખ્યમંત્રીએ ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો હતો અને શિવભક્તોને સંબોધન કર્યું હતું.
બરૂમાલ ધામના મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું છે કે, ભાવભાવેશ્વર મહાદેવ ત્રયોદશ જ્યોતિર્લિંગ છે. આ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પણ ભારતને વિશ્વગુરુ બનાવવાનું વૈચારિક આંદોલન છે. મહોત્સવમાં દરરોજ હોમ-હવન અને કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
સંકલ્પ સનાતન સમારોહ 2025'માં આજે મુખ્યમંત્રીએ હાજરી આપી છે. આવતીકાલે એટલે કે 9 એપ્રિલે રાજસ્થાન ભાજપ અધ્યક્ષ મદન રાઠોડ, 10 એપ્રિલે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, 11 એપ્રિલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજરી આપશે. જ્યારે 11 એપ્રિલે પંડિત વિનાયક શર્મા હનુમાન ચાલીસા અને હનુમાન ચરિત્ર પર કથા કરશે.
જ્યારે 12 એપ્રિલેRSS પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે. મહામંડલેશ્વર વિદ્યાનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે દેશ-વિદેશના ભક્તો અને સંતો આ ઉત્સવમાં પધારી રહ્યા છે. આ કાર્યક્રમ ભારતની સનાતન પરંપરાને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો અવસર બનશે.