Connect Gujarat
ગુજરાત

વલસાડ: SP ડૉ. કરણરાજ વાઘેલાનો મોટો નિર્ણય, અરજદાર થાણા અધિકારીને મળ્યા વગર પરત થશે તો PSO સામે કાર્યવાહી થશે

વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા અરજદારોના હિત માટે પરિપત્ર બહાર પાદમવા આવ્યો છે

X

વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા અરજદારોના હિત માટે પરિપત્ર બહાર પાદમવા આવ્યો છે જેમાં પોલીસ મથકે આવતા અરજદારને અધિકારીને મળ્યા વગર પરત મોકલી દેવામાં આવશે તો PSO સામે કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે

વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા અરજદારોના હિત માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં પોલીસ મથકે ફરિયાદ કરવા આવતા અરજદારોની ફરિયાદ નહીં લેવા કે થાણા અધિકારીને મુલાકાત કરવા દેવામાં આવતી નથી અને રાજદારો માત્ર PSOને રજુઆત કરી અરજી આપી જતા રહેતા હોવાનું સામે આવ્યું હતું. અને થાણા અમલદારને ઘટનની કોઈ મહત્વની જાણકારી તેમની પાસે રહેતી ન હોવાનું જોવા મળ્યું છે. અને ઘણી વખત PSO દ્વારા અરજદારોની ફરિયાદ લેવાની જગ્યાએ તેમને પોલીસ મથકેથી પરત મોકલી આપવામાં આવે છે. આવા સંજોગોમાં પોલીસ મથકના PSO સામે શિક્ષાત્મક પગલા લેવા માટે નો હુકમ કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ખડભડાટ મચી ગયો છે. વલસાડ SPના નવા પરિપત્રને લઈને અરજદારોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

Next Story