વલસાડ : ઓઝરપાડા નિવાસી શાળાના રસોઈયાઓએ બીભત્સ માંગ-વિડીયો ઉતાર્યો હોવાનો વિદ્યાર્થિનીઓનો આક્ષેપ

વલસાડ : ઓઝરપાડા નિવાસી શાળાના રસોઈયાઓએ બીભત્સ માંગ-વિડીયો ઉતાર્યો હોવાનો વિદ્યાર્થિનીઓનો આક્ષેપ
New Update

ઓઝરપાડા નિવાસી શાળાની વિદ્યાર્થિનીઓના ગંભીર આક્ષેપ

રસોઈયા દ્વારા બીભત્સ માંગ અને વિડીયો ઉતારાયોનો આક્ષેપ

મહિલા આચાર્ય, વોર્ડન, પુરુષ રસોઈયાઓની હકાલપટ્ટીની માંગ

તાજેતરમાં જ દેશમાં ચકચાર મચાવનાર ઘટનામાં પંજાબની એક કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીનીઓના એક MMS કાંડના પડઘા શાંત થયા નથી, ત્યારે ગુજરાતના વલસાડ જિલ્લાના છેવાડે આવેલ ધરમપુર તાલુકાના ઓઝરપાડામાં આવેલી કન્યા સાક્ષરતા નામની નિવાસી શાળામાં રસોઈયાઓ વિદ્યાર્થીનીઓ પાસે બીભત્સ માંગ કરતાં હોવાના આક્ષેપો થયા છે. એટલું જ નહીં, રસોઈયાઓએ બીભત્સ વિડીયો ઉતારતા હોવાનો પણ વિદ્યાર્થિનીઓના આક્ષેપે ચકચાર મચાવી છે. 600 વિદ્યાર્થીનીઓ ધરાવતી આ નિવાસી શાળાના વાલીઓએ કરેલા ગંભીર આક્ષેપોને લઈ મામલો ગરમાયો છે, ત્યારે આ મામલે હવે ધરમપુર પોલીસે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

અમે તમને આ વિદ્યાર્થીનીનો ચહેરો બતાવી શકીએ તેમ નથી, પણ તેની વેદના અને ફરિયાદ રાજ્યના કોઈપણ વાલી માટે ચિંતા જરૂરથી જગાવી રહી છે. મોટાભાગે આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આ વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારોની છે. જેઓ અહીં સરકારી ખર્ચે શિક્ષણ મેળવે છે, સાથે જ અહીં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. શાળામાં વિદ્યાર્થીનીઓને જમવા માટે રસોડું પણ ચાલે છે. આ રસોડામાં કામ કરતાં રસોઈયાઓ વિદ્યાર્થીનીઓ પાસે બીભત્સ માંગ અને બિભસ્ત વિડીયો ઉતારતા હોવાના વિદ્યાર્થીનીઓના વાલીઓએ આક્ષેપ કર્યા છે, ત્યારે સમગ્ર મામલે વિદ્યાર્થીનીઓએ કરેલા આક્ષેપોને લઈ વાલીઓએ શાળામાં પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો.

અત્રે મહત્વપૂર્ણ છે કે, ધરમપુર આદિવાસી વિસ્તાર છે, અને આ સંસ્થામાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ આદિવાસી પરિવારોની છે, ત્યારે આ સમગ્ર પ્રકરણને લઈ હવે આ વિસ્તારના અગ્રણીઓ પણ ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. જોકે, આ શાળાના આચાર્ય, વોર્ડન અને પુરુષ રાસોઈયાઓની હકાલપટ્ટી કરવામાં આવે, અને તેમની જગ્યાએ મહિલા સ્ટાફ અને મહિલા રસોઈયાઓને જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ કરી છે. બનાવની જાણ થતા જ ધરમપુર પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો, જ્યાં આક્ષેપો મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે હવે શાળાના મહિલા ટીચરો પણ મેદાનમાં આવ્યા છે. તેઓ પણ આ બાળકીઓની સમસ્યાને સાચી જણાવી રહયા છે. પરંતુ શાળાના મહિલા આચાર્યા આ મામલે કોઈ નક્કર પગલાં ન લેતા હોવાની વાત કરી હતી, ત્યારે આચાર્ય પણ મીડિયા સામે લૂલો બચાવ કરી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.

જોકે, આ મામલામાં હજુ સુધી શાળાના સ્ટાફ અને રસોઈયાઓ અને અન્ય સ્ટાફ પર થયેલા ગંભીર આક્ષેપોના કોઈ પુરાવા હાથ લાગ્યા નથી, ત્યારે ધરમપુર પોલીસે આ મામલે તમામ સ્ટાફ અને રસોઈયાના નિવેદન લેવાની કામગીરી શરૂ કરી છે. તો સાથે સાથે શાળાના વિદ્યાર્થીનીઓના પણ નિવેદન લેવાઈ રહ્યા છે. જોકે, આદિવાસી શાળામાં વિદ્યાર્થીનીઓ દ્વારા થયેલા ગંભીર રાક્ષેપો મામલે હવે પોલીસ બાદ સરકારી અધિકારીઓએ પણ ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરી છે.


#ConnectGujarat #Students #Valsad #ValsadPolice #Ozarpada residential school #demand video
Here are a few more articles:
Read the Next Article