વલસાડ : દુષ્કર્મ બાદ હત્યા કરી બાળકીનો મૃતદેહ લટકાવ્યો પંખા પર, કોર્ટે નરાધમને ફટકારી ફાંસીની સજા

પોકસોના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી છે. વાપીમાં ગત ફેબ્રુઆરી 2020માં 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી મારી નાખવામાં આવી હતી

New Update
વલસાડ : દુષ્કર્મ બાદ હત્યા કરી બાળકીનો મૃતદેહ લટકાવ્યો પંખા પર, કોર્ટે નરાધમને ફટકારી ફાંસીની સજા

વલસાડ જિલ્લાની વાપી કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા પોકસોના કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી છે. વાપીમાં ગત ફેબ્રુઆરી 2020માં 9 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરી મારી નાખવામાં આવી હતી, જ્યાં બાળકીની એકલતાનો લાભ લઇ બાળકી સાથે દુષ્કર્મ કરી, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ તેની હત્યા કરી તેને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકાવી દેવાનો જઘન્ય અપરાધ કરનાર આરોપી પ્રદીપ રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તાને વાપી સ્પેશિયલ કોર્ટના જજ કે.જે.મોદીએ ફાંસીની સજા ફટકારી છે.

ડીજીપી અનિલ ત્રિપાઠી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કરી હાલનો કેસ Rarest of Rareની catagoryમાં આવતો હોય અને તેવા સંજોગોમાં આરોપીને ફાંસી સિવાય અન્ય કોઈ સજા કરી શકાય જ નહીં તેવી દલીલો ગ્રાહ્ય રાખી આઇપીસી કલમ 302ના ગુનામાં દેહાંત દંડ તથા પોક્સો એક્ટની કલમ 6માં દેહાંત દંડ તથા આઇપીસીની કલમ 201ના ગુનામાં 7 વર્ષની સજા અને રૂપિયા 10 હજાર દંડ અને જો દંડના ભરે તો વધુ 2 વર્ષની સજાનો વાપી સ્પેશિયલ કોર્ટે હુકમ કર્યો છે.

Latest Stories