Connect Gujarat
ગુજરાત

વલસાડ : દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા પરવાસા ગામના પશુપાલકોએ દૂધના કેન ઠાલવી નોંધાવ્યો વિરોધ....

પારડી તાલુકાના પરવાસા ગામમાં દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી પશુપાલકોએ રસ્તા ઉપર દૂધ ઢોળીને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો

X

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરવાસા ગામમાં દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી પશુપાલકોએ રસ્તા ઉપર દૂધ ઢોળીને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરવાસા ગામે આવેલી દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ મળતા ન હોવાથી અને ઓછા ફેટ આવતા હોવાની ફરિયાદો વધી રહી છે. આ અંગે અનેક વખત લોકોએ દૂધ મંડળીના સંચાલક કમિટીને પણ રજૂઆત કરી હતી. તેમ છતાં હજુ સુધી સમસ્યાનું સમાધાન નહીં થતાં આખરે પશુપાલકોએ દૂધ મંડળીની સામે જ હલ્લાબોલ કર્યો હતો. પશુપાલકોની સમસ્યા સાંભળવા દૂધ મંડળીના સંચાલકોએ લોકોને બોલાવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો દૂધ મંડળીએ પહોંચ્યા હતા. પરંતુ મંડળીની કમિટીના કોઈ સભ્યો નહીં આવતા આખરે પશુપાલકો રોષે ભરાયા હતા. આ સાથે જ દૂધના કેન મંડળીની સામે જ ઢોળી દઈ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. પશુપાલકોએ દૂધ કમિટી સમક્ષ રોષ વ્યક્ત કરી દૂધના વધુ ફેટ અને પોષણક્ષમ ભાવ પણ મળે તેવી માંગ કરી હતી.

Next Story