વલસાડ : ટ્રાફિકને અડચણ ઊભી કરતા લોકો સામે તંત્રની લાલ આંખ, દબાણો દૂર કરાયા...

ધરમપુર રોડ પરના દબાણો દૂર કરતું વહીવટી તંત્ર, માર્ગમાં લોકો અડચણ સાથે કરતાં હતા ટ્રાફિક જામ

New Update
વલસાડ : ટ્રાફિકને અડચણ ઊભી કરતા લોકો સામે તંત્રની લાલ આંખ, દબાણો દૂર કરાયા...

વલસાડના ધરમપુર રોડ ઉપર કલ્યાણ બાગ સર્કલથી આરપીએફ ગ્રાઉન્ડ સુધી જાહેર રસ્તા ઉપર અડચણ ઊભી કરીને ટ્રાફિક જામ કરતા દબાણોને નગરપાલિકા, પોલીસ અને રેલ્વે પોલીસ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.

વલસાડ શહેરમાં જાહેર રસ્તા ઉપર ટ્રાફિકને અડચણ ઊભી કરતા હોય તેવા લોકો સામે પાલિકા અને પોલીસે લાલ આંખ કરી છે. વલસાડના ધરમપુર રોડ પર કલ્યાણ બાગ સર્કલથી આરપીએફ ગ્રાઉન્ડ સુધીના રસ્તાની સાઇડ ઉપર લોકો જાણે બિલાડીની ટોપની જેમ લારીઓ તથા ઝુંપડા બનાવીને ટ્રાફિક જામ કરતા હોય છે. સાથે જ રેલ્વે હદમાં પણ લોકોને જગ્યા ખાલી કરવા માટે નોટિસ પાઠવાય હતી. તેમ છતાં લોકો એકના બે ન થયા હતા. જેથી વલસાડ નગરપાલિકાના કર્મચારી, પોલીસનો કાફલો અને સાથે રેલ્વે પોલીસની ટીમે સાથે મળી આ દબાણોને દૂર કર્યા હતા. કલ્યાણ બાગ સર્કલથી આરપીએફ ગ્રાઉન્ડ સુધી જાહેર રસ્તા ઉપર નડતરરૂપ ઝુંપડા તથા લારીઓને હટાવી ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

Latest Stories